BBC News, ગુજરાતી - સમાચાર
મુખ્ય સમાચાર
પાકિસ્તાનને અણુબૉમ્બ બનાવવા માટે નાણાં આપનાર બૅન્કર જેને અમેરિકામાં જેલમાં જવું પડ્યું
1988માં બીમારીને કારણે આગા હસન આબિદીએ પોતાની ઇચ્છાથી બીસીસીઆઇમાંથી નિવૃત્તિ લઈ લીધી. ત્યાર પછી સમય એવો આવ્યો કે તેમની બેંક પર પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમ અને પેલેસ્ટાઇનના સ્વાતંત્ર્ય સેનાનીઓને નાણાં પૂરાં પાડવાના, વિવિધ દેશોના ભૂતપૂર્વ વડાઓ અને ગુનેગારોનાં કાળાં નાણાં ધોળાં કરવા સહિતના અનેક આરોપો લાગ્યા અને આગા હસન આબિદી દુનિયાના સૌથી વધુ વોન્ટેડ માણસ બની ગયા.
વીડિયો, અમદાવાદમાં હિટ ઍન્ડ રન : કાર બેકાબૂ બનીને ફૂટપાથ પર ચડી જતાં બે લોકોનાં મોત, ખરેખર શું બન્યું હતું?, અવધિ 2,13
અમદાવાદ પોલીસ અનુસાર સોમવારે રાતે નિકોલ વિસ્તારમાં એક કાર બેકાબૂ બનીને ફૂટપાથ પર ચઢી જતા ફૂટપાથ પર રહેતા બે લોકોનાં મોત થયાં છે અને બે લોકોને ઈજા થઈ છે.
અમરેલી : 60 હજારની લેતીદેતીમાં બે યુવકોને ગાડીમાં જીવતા સળગાવ્યાનો આરોપ - ન્યૂઝ અપડેટ
ગુજરાત સહિત દેશ અને દુનિયાના મહત્ત્વપૂર્ણ સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બીબીસી ગુજરાતીના આ પેજ સાથે.
એ વિશાળકાય ગરુડ જે આકાશ પર રાજ કરતાં હતાં અને બાળકોને ઉઠાવી જતાં
આ પ્રાચીન માનવબાળકને કયા પ્રકારના પક્ષીએ ખાધું હતું એ ચોક્કસપણે જાણી શકાયું નથી. આ બાળક ‘તૌંગ ચાઇલ્ડ’ તરીકે ઓળખાય છે. જોકે, તેની આંખોના ખાડા નીચે જોવા મળેલાં કાણાંનાં નિશાન ગરુડના પંજાના નિશાન સાથે મળતાં આવે છે. ગરુડ આ જ રીતે શિકાર કરે છે. ઘણી વાર તે શિકારનો કેટલોક ભાગ ઝાડ પર રાખે છે અને બાકીનો ભાગ પોતાના માળામાં લઈ જાય છે.
ગુજરાત આવી રહેલી ટ્રકમાં હતો કરોડોનો દારૂ, રોકનાર ઇન્સ્પેક્ટર પર ચલાવી દેવાઈ ટ્રક, શું છે સમગ્ર ઘટના?
મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લામાં ગેરકાયદે દારૂની હેરાફેરી કરતા ટ્રકને રોકવાનો પ્રયાસ કરતી વખતે ખાતેગાંવ પોલીસ સ્ટેશનના પ્રભારી દિલીપ પુરીનું મોત થયું છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ટ્રક ગુજરાત જઈ રહી હતી.
વીડિયો, મુરાસુ વાવાઝોડું 120 કિમી પ્રતિ કલાકની ઝડપે દરિયાકાંઠે ત્રાટક્યું, ગુજરાતમાં વરસાદ પડશે કે નહીં?, અવધિ 6,45
મુરાસુ નામનું વાવાઝોડું 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ત્રાટક્યું છે. છેલ્લાં બે અઠવાડિયાંમાં આંધ્ર પ્રદેશ પર અર્નબ બાદ આ બીજી વાવાઝોડાની આફત આવી છે, જેનાથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે.
સુરત : ઇન્સ્ટાગ્રામમાં 'સલમાન ખાન' ગ્રૂપમાં ઘોડસવારીના વીડિયો પોસ્ટ થયો અને બેનાં મોત થયાં, શું છે સમગ્ર મામલો?
સોશિયલ મીડિયા પોસ્ટ મામલે 16થી 17 વર્ષના છોકરાઓ વચ્ચે ઝઘડો થયો અને તેમાં બે લોકોના જીવ ગયા. શું છે આ ઘટના અને મનોચિકિત્સકો શું કહે છે.
ધનતેરસ: સોનાના ભાવ એક વર્ષના નીચલા સ્તરે પહોંચ્યા બાદ હવે શું થશે?
ભારતમાં તહેવારોની સિઝન શરૂ થઈ છે અને સોનું ખરીદવા માટે શુભ માનવામાં આવતા દિવસો આવ્યા છે, ત્યારે સોના અને ચાંદીના ભાવમાં કેવી સ્થિતિ છે?
ગુજરાતમાં દારૂ પીવાના કેસમાં કોઈ પકડાય તો કેવી સજા થાય, કેવી જોગવાઈઓ છે?
ગુજરાતમાં દારૂ પીવો એ કેટલો ગંભીર ગુનો છે અને કાયદો શું કહે છે? કેવી સ્થિતિમાં શરાબ પીવાની મંજૂરી મળી શકે?
ભારત/વિદેશ
પાડોશીઓ સાથે રજાઓ ગાળવા ગયાં, પરત ફરતાં પતિ-પત્ની અને બાળકોની અદલા-બદલી?
તેમણે બે અઠવાડિયાં મોજ-મજાથી સાથે રહીને પસાર કર્યાં હતાં. પણ ઘરે પરત ફર્યા પછી બંને પરિવારો બે ભાગમાં વહેંચાઈ ગયા અને તેમણે પોતાનાં ઘરોની અંદરો-અંદર અદલા-બદલી કરી નાખી.
આ દેશોની સરકારો નાગરિકોને 'રૅશન-પાણી ભેગું કરી તૈયાર રહેવા' કેમ કહી રહી છે?
ભારતની વાત કરીએ તો મધ્યપૂર્વમાં તણાવ શરૂ થયા બાદથી કેટલાક મહિનાથી પેટ્રોલ, ડીઝલ, પીએનજીથી માંડીને ઘણી જરૂરિયાતની વસ્તુઓનો ભાવવધારો જોવા મળ્યો છે.
પંચકુલા : 8 વર્ષના બાળકે હુમલો કર્યા પછી 6 વર્ષની બાળકી બે કલાક સુધી ક્લાસરૂમમાં પડી રહી, શું છે સમગ્ર મામલો?
હરિયાણાના પંચકુલાના એક સ્કૂલમાં ક્લાસરૂમમાં 6 વર્ષની બાળકી સાથે 8 વર્ષના બાળકે મારઝૂડ કરી હોવાના મામલે પોલીસે સ્કૂલના પ્રિન્સિપાલ સહિત ત્રણ લોકો સામે એફઆઇઆર નોંધી છે. પોલીસે નોંધેલી એફઆઇઆર અનુસાર, આ ઘટના 28 ઑક્ટોબર, 2026ના રોજ પંચકુલાની એક સ્કૂલમાં બની હતી.
દેવભૂમિ દ્વારકા: મગફળીનો પાક કાચો સુકાઈ ગયો, તેનો "કડવો" ચારો પશુઓ માટે ઝેર સાબિત થશે?
દેવભૂમિ દ્વારકાના ખેડૂતો ફરિયાદ કરી રહ્યા છે કે, તેમની મગફળી કાચી હતી ત્યારે જ સુકાઈ જવાથી તેનો પાલો ગાયો-ભેંસો ખાઈ રહી નથી. પરંતુ નિષ્ણાતો કહે છે કે, આવો પાલો ઝેરી હોવાની શક્યતા નહિવત્ છે.
ઇઝરાયલ એક યહૂદી દેશ હોવા છતાં ત્યાંની 20 ટકા વસ્તી આરબ કેમ છે? જાણો આની પાછળનો ઇતિહાસ.
1948 બાદ જે આરબ લોકોએ પોતાનાં ઘર છોડ્યાં હતાં, તેમની જમીન પર ઇઝરાયલી સરકારે કબજો કરી લીધો હતો અને આ જમીન ખૂબ મોટી હતી.
ખરેખર ભૂતો હોય છે કે આપણું મગજ ખેલ રમે છે? પેરાનૉર્મલ અનુભવો પાછળનું કારણ શું છે
કેટલાંક સંશોધનોમાં પેરાનૉર્મલ અનુભવોના અહેવાલો અને 'ટ્રાન્સલિમિનાલિટી' નામના મનોવૈજ્ઞાનિક ગુણધર્મ વચ્ચે સંબંધ જોવા મળ્યો છે. વૈજ્ઞાનિકો અનુસાર આ જ રીતે મગજની અલગ-અલગ પરિસ્થિતિને કારણે આવા અનુભવો થઈ શકે છે.
સ્થાપના થયાના ચાર દિવસમાં જ નષ્ટ થઈ ગયેલા દેશની કહાણી
ઓપેક (પેટ્રોલિયમ નિકાસકાર દેશોનું સંગઠન) દ્વારા નક્કી કરવામાં આવેલી તેલ ઉત્પાદનની મર્યાદા કરતાં કુવૈત વધુ તેલનું ઉત્પાદન કરી રહ્યું હોવાનો પણ ઇરાકે આક્ષેપ કર્યો હતો. તેના કારણે તેલના ભાવ ઘટ્યા હતા અને પરિણામે ઇરાકની આવકમાં ઘટાડો થયો હતો. આ આક્ષેપે બંને દેશો વચ્ચેની કટોકટીને વધુ ઘેરી બનાવી હતી.
'એક ઓવરમાં 32 રન,' ન્યૂઝીલૅન્ડના બૅટ્સમૅનોની ફટકાબાજી સામે ભારત કેવી રીતે હારી ગયું
જંગી ટાર્ગેટનો પીછો કરવા ઊતરેલી ભારતીય ટીમ પહેલાંથી જ દબાણમાં જોવા મળી હતી, મસમોટા ટાર્ગેટને ચેઝ કરવા મથી રહેલી ભારતીય ટીમના બૅટ્સમૅનો ઝાઝું ટકીને નહોતા રમી શક્યા. આમ, ભારતીય ટીમને 87 રનથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
અકબરનાં 'મરિયમ-ઉઝ-ઝમાની' : ભારતનાં સૌથી મહાન મહિલા વેપારી, જેમને નુકસાન પહોંચાડવાની પોર્ટુગીઝો અને અંગ્રેજોને ભારે કિંમત ચૂકવવી પડી
વિલિયમ ફૉસ્ટરના પુસ્તક 'અર્લી ટ્રાવેલ્સ' અનુસાર, મરિયમ-ઉઝ-ઝમાની દરબારનાં ચાર એવા મહત્ત્વના લોકોમાંનાં એક હતાં, જેમને 12,000 ઘોડેસવારો રાખવાનો અધિકાર હતો. આ ચાર લોકોમાં રાજાનો પણ સમાવેશ થતો હતો અને મરિયમ-ઉઝ-ઝમાની એકમાત્ર મહિલા હતાં. દર વર્ષે નૌરોઝના તહેવાર વખતે દરેક અમીર પોતાના હોદ્દા પ્રમાણે તેમને કિંમતી રત્નો ભેટ આપતો હતો.
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ


























































