મહિલાઓ પુરુષો કરતાં વધારે ઝડપી હતી, તો રોકી દીધી રેસ

મહિલા રેસને રોકવામાં આવી
પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

બેલ્જિયમમાં યોજાતી મહિલાઓની ખાસ એક દિવસીય રેસને એ માટે રોકી દેવામાં આવી, કેમ કે તેમાં ભાગ લેનારાં નિકોલ હેનસ્લમન પુરુષ પ્રતિસ્પર્ધીની ખૂબ નજીક પહોંચી ગયાં હતાં.

આ રેસ ગત શનિવારના રોજ યોજવામાં આવી હતી અને તેનું આયોજન ઓમલૂપ હેટ ન્યૂઝબ્લાદ નામની સંસ્થાએ કર્યું હતું.

સંસ્થાના રેસ માર્શલે નિકોલને 35 કિલોમિટર બાદ એ સમયે રોકી દીધાં, એ સમયે તેઓ ઝડપથી આગળ વધતાં પુરુષ પ્રતિસ્પર્ધીઓની નજીક પહોંચવાના હતાં.

હેનસ્લમનની સ્પીડ ખૂબ વધારે હતી. આ રેસમાં સામેલ થનારા પુરુષોને મહિલાઓ કરતાં 10 મિનિટ પહેલાં જ આગળ જવા દીધા.

તે છતાં 123 કિલોમિટરની આ રેસમાં નિકોલ તેમની ખૂબ નજીક પહોંચી ગયાં.

જ્યારે નિકોલને રોકવામાં આવ્યાં, ત્યારે તેઓ મહિલા પ્રતિસ્પર્ધીઓ કરતાં બે મિનિટ આગળ નીકળી ગયાં હતાં.

તેમને કહેવામાં આવ્યું કે તેઓ થોડીવાર રાહ જુએ, જેથી પુરુષો માટે ચાલી રહેલી રેસમાં સામેલ થતા લોકો આગળ નીકળી શકે.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

'આ તક છીનવી લેવાની વાત થઈ'

રેસની તસવીર

સાઇકલિંગ ન્યૂઝ નામની વેબસાઇટને નિકોલે જણાવ્યું, "અમે જોઈ શકતાં હતાં કે આગળ પુરુષોની રેસમા સામેલ થયેલી ઍમ્બુલન્સ હતી."

"મને લાગે છે કે અમારે પાંચ-સાત મિનિટ ત્યાં રોકાવું પડ્યું અને આ કારણોસર અમારી પાસે તક ઓછી હતી."

ત્યારબાદ જ્યારે મહિલા પ્રતિભાગી નિકોલની નજીક આવ્યાં તો તેમને ફરી ચાલવાની પરવાનગી આપવામાં આવી, પરંતુ રોકાવાની કિંમત નિકોલ ચૂકવવી પડી.

તેઓ ફરીથી પોતાની ઝપડ પકડી ન શક્યાં અને 74માં સ્થાન પર પહોંચી ગયાં. રેસમાં પ્રથમ સ્થાન ચન્તાલ બ્લૅકને મળ્યું.

લાઇન
લાઇન
મહિલા રેસર

નિકોલ કહે છે, "અમે પુરુષોની ખૂબ નજીક હતા એ કારણોસર તેમનાથી અંતર જળવાઈ રહે એ માટે અમને રોકી દેવામાં આવ્યા."

"મારા માટે એ ખૂબ ખરાબ થયું કેમ કે હું સારા મૂડમાં હતી અને હું સારું પ્રદર્શન પણ કરી રહી હતી.

પરંતુ તેમણે મને રોકી દીધી અને મારા પ્રતિસ્પર્ધીઓને મુકાબલો કરવાની નવી શક્તિ મળી ગઈ."

પરંતુ ત્યારબાદ નિકોલે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર મજાક ઉડાવતા લખ્યું:

"કદાચ હું અને મારી સાથે જે અન્ય મહિલાઓ હતી તેમની ઝડપ વધારે હતી જ્યારે પુરુષ ખૂબ સ્લો હતા."

લાઇન
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો