રોજિંદા કામોની યાદી બનાવવાના આ સાત ફાયદા વિશે તમને ખબર છે?

લખતી મહિલા
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

તમે ફટાફટ કામ પતાવવાના મૂડમાં છો અને પુરુ થતું નથી? તેવામાં કામને સરળ કરવાના શું ઉપાય હોઈ શકે છે?

તો તેનો ઉપાય છે દરેક વસ્તુની યાદી તૈયાર કરો. તમારે ખરીદી શું કરવી છે, આગળ શું કામ બાકી છે, કાર્યસ્થળે કયા કયા કામ કરવાના છે, તમારા જીવનનું લક્ષ્ય શું છે?

જો આ બધી વસ્તુઓની યાદી બનાવવાનું તમે શરુ કરશો તો તે જીવનને સરળ બનાવવા તરફ પહેલા પગલાં સમાન હશે.

અને તે તમને ખૂબ મદદરુપ પણ થઈ શકે છે.

જો તમે લાંબા ગાળાની યાદી બનાવતા હોય અથવા તો યાદી તૈયાર કરવાના હોય, તો નીચે જાણો કે તેના કેટલા ફાયદા થઈ શકે છે.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

1. ચિંતામુક્ત રહો છો

ખુશ મહિલા

તમારે જે કામ કરવાના છે, તેની જો પહેલેથી યાદી તૈયાર કરી લેવામાં આવે તો તમને ખબર પડી શકે છે કે કયુ કામ પહેલા કરવાની જરુર છે.

તેના આધારે તમે વિચારીને સમય સાચવી શકો છો અને મોટા પ્રોજેક્ટને પણ સમય આપીને ન્યાય આપી શકો છો.

કામને લઈને મગજમાં ઘણા વિચારો ચાલતા હોય છે, પરંતુ જો તેને પેપર પર લખી નાખવામાં આવે તો તેનાથી મગજ શાંત બને છે.

જ્યારે તમારું કામ પૂર્ણ થઈ જાય છે અને તેને પેપર પર લખેલું જુઓ છો, તો તેનાથી સંતોષની ભાવનાનો અનુભવ થાય છે.

ન્યૂરોસાયન્ટિસ્ટ ડેનિયલ લેવિટિન કહે છે કે એક સમયે આપણું મગજ ચાર જ વસ્તુઓ યાદ રાખી શકે છે, તેવામાં લિસ્ટ બનાવવાથી મગજને વિચારોથી મુક્તિ મળે છે. સાથે જ એ ચિંતા પણ નથી રહેતી કે 'આપણે કંઈ ભૂલી ગયા તો નથી ને.'

લાઇન
લાઇન

2. વધુ સફળતા

પહાડ પર ખુશ થતી એક વ્યક્તિ

લિસ્ટ બનાવવાથી તમે વધારે સફળ બની શકો છો અને વધારે સારું કામ પણ કરી શકો છો.

મનોવૈજ્ઞાનિક જોર્ડન પીટરસને એક સંશોધન દેખાડીને કહ્યું કે જો વિદ્યાર્થીઓ એક લક્ષ્ય નિર્ધારિત કરી લે તો તેઓ સારું પરિણામ મેળવે છે.

વર્ષ 2013ના એક સંશોધનમાં જાણવા મળ્યું હતું કે ઑફિસમાં કામ કરતા કર્મચારીઓ દ્વારા એક નિર્ધારિત લક્ષ્ય, પડકારના યાદી તૈયાર કરી લેવામાં આવતા તેમનું કામ 10 ટકા સારું થયું હતું.

line

3. નાણાંનો બચાવ

પુલમાં સ્વિમીંગ કરતા વરિષ્ઠ નાગરિકો

જો શોપિંગની યાદી બનાવી લેવામાં આવે તો તમારે સુપરમાર્કેટમાં વારંવાર અલગ અલગ જગ્યાએ જોવાની જરુર નહીં પડે.

ઉપરાંત તેનાથી તમે વધારાની વસ્તુઓ નહીં ખરીદીને પૈસાની બચત પણ કરી શકો છો.

માર્કેટમાં ગયા પહેલાં જો તમે જરુરિયાતની બધી જ વસ્તુઓ કાગળ પર લખી લો, તો તમે તમારી જાતને વધારાની ખરીદી કરતા બચાવી શકો છો.

line

4. મનની શંકા દૂર થાય

ખુશ વૃદ્ધ મહિલા

જો તમને ક્યારેક એવું લાગે કે તમે જીવનમાં કંઈ કર્યું નથી અને એમ જ જીવન વીતી ગયું, તો તેવા સમયે એક લિસ્ટ તમારી મદદ કરી શકે છે.

તમે પેપર પર તમારી નાની મોટી સિદ્ધિઓ અંગે લખી શકો છો, અને તમારી જાતને યાદ અપાવી શકો છો કે ખરેખર તમે કેટલી યોગ્ય વ્યક્તિ છો.

તે સિદ્ધિ ભણતર દરમિયાન પ્રાપ્ત થયેલી હોઈ શકે, કાર્યસ્થળે પ્રાપ્ત થયેલી હોઈ શકે અથવા તો ખાનગી જીવનમાં કોઈ મોટું કામ કર્યું હોઈ શકે. તેમાં દરેક વસ્તુનો સમાવેશ કરો જેમ કે, પહાડ ચઢવો, પરીક્ષા લખવી, ખૂબ જ મુશ્કેલ પુસ્તકના છેલ્લે સુધી વાંચવી અથવા તો મિત્રોને તેમના જન્મદિવસ પર શુભકામનાઓ પાઠવવાનું યાદ રાખવું.

આ પ્રકારના મુદ્દા પર મેન્ટલ હેલ્થ ચેરિટી સલાહ આપે છે કે જે વ્યક્તિને એવું લાગે કે તેમણે કંઈ જ કર્યું નથી તો તેમણે એવી 50 વસ્તુઓની યાદી બનાવવી જોઈએ કે જે તેમને પોતાના વિશે ગમે છે. તે વિચારવામાં ભલે અઠવાડિયા લાગી જાય અથવા તો તમારે કોઈ મિત્રને પૂછવું પડે.

પછી જો તમે એ લિસ્ટને જોશો, તો તમને તમારી અંદર સારી એવી ખુબીઓ મળી આવશે.

લાઇન
લાઇન

5. ભૂલથી બચી શકો છો

કામ કરતા એક યુવાન

ચેકલિસ્ટ બનાવવાથી કોઈ ભૂલથી તમે બચી શકો છો.

જો તમે કોઈ લગ્નની તૈયારી કરી રહ્યા છો, અથવા તો ઘર બદલવાની તૈયારી કરી રહ્યા હો છો કે પછી રજાઓ પર જવાનું પ્લાનિંગ.

આવી પરિસ્થિતિમાં તમારું આગોતરું આયોજન ખૂબ જરુરી છે અને તેના માટે જો તમે વસ્તુઓ લખીને રાખશો, તો મોટી ચૂક કરતા બચી જશે.

જો તમે લખીને રાખશો, તો લગ્ન માટે રિંગ લાવવાનું નહીં ભૂલો.

માલસામાનની અવર જવર કરવા માટે ટેમ્પો બુક કરાવવાનું નહીં ભૂલો અથવા તો રજાઓ માણવા જતાં પહેલાં પાસપોર્ટ ચેક કરવાનું નહીં ભૂલો.

હૉસ્પિટલમાં નાની એવી ભૂલ મોટી સમસ્યા સર્જી શકે છે. તેવામાં યાદી દરરોજ લોકોનો જીવ બચાવે છે.

સૌથી પહેલી મેડિકલ ચેકલિસ્ટ અમેરિકામાં એક ઇલાજ માટે બનાવવામાં આવી હતી અને ઇલાજ એક ચેકલિસ્ટ પ્રમાણે જ કરવામાં આવ્યો હતો.

તેનું પરિણામ એ હતું કે માત્ર 15 મહિનામાં ઇન્ફેક્શનનો દર 4 ટકાથી 0 થયો હતો.

તેનાથી 1500 લોકોનો જીવ બચાવી શકાયો અને સાથે જ 200 મિલિયન ડૉલરનો ખર્ચ પણ બચ્યો હતો.

લાઇન
લાઇન

6. લક્ષ્યને વળગી રહેવામાં મદદ

માર્શલ આર્ટ્સ કરતી એક મહિલા

મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ એવી માન્યતા છે કે આપણું મગજ એ વસ્તુઓને વધારે યાદ રાખે છે કે જેને આપણે પુરી કરી નથી અને એ વસ્તુ ભૂલી જાય છે જે આપણે પુરી કરી નાખી છે.

તેના પરિણામ સ્વરુપે જ્યારે તમે કંઈ મહત્ત્વપૂર્ણ વસ્તુ પર ધ્યાન આપવા પ્રયાસ કરો છો, ત્યારે અધૂરા કામ પર તમારું ધ્યાન જતું રહે છે.

તેનો ઉકેલ શું? તો મનોવૈજ્ઞાનિક કહે છે કે અધૂરાં કામની યાદી બનાવી લેવી જોઈએ- જેમ કે ઇ- મેઈલનો જવાબ આપવાનો છે, કપડાં ધોવાના છે વગેરે વગેરે..

જો તમારું મગજ જાણે છે કે જે કામ અધુરાં છે, તે પણ નિપટાવવામાં આવી રહ્યા છે, તો તમારા હાથમાં જે કામ છે તેના પર તમે વધારે ધ્યાન આપી શકશો.

line

7. જે કામની અવગણના કરો છો, તેનો સામનો કરો છો

ઘણા કામોની વચ્ચે એક હાથ

આપણી પાસે ઘણા એવા કામ હોય છે કે જે કરવા ગમતા નથી અને આપણા મગજમાં ચાલતા રહે છે.

આવા કામોને લખી લીધા બાદ તેમને પુરા કરવા સહેલાં બની જાય છે.

અણગમતા કામોની યાદી બનાવી તેને પૂર્ણ કરવાથી વધારે સંતોષ મળે છે અને મગજનો બોજ હળવો થાય છે.

લાઇન
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો