કોણ છે કૅલિફોર્નિયાના બાર પર હુમલો કરનાર શખ્સ?

ઇમેજ સ્રોત, CBS
અમેરિકાના કૅલિફોર્નિયા વિસ્તારના એક બારમાં હુમલો કરનારા શખ્સની ઓળખ એક પૂર્વ અમેરિકન સૈનિકના રૂપમાં થઈ છે.
આ હુમલામાં અત્યારસુધી 12 લોકોનાં મોત થયાં હોવાની પુષ્ટિ કરવામાં આવી છે.
આ હુમલામાં ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ પણ થયા છે. હુમલો કરનારા શખ્સે ખુદને પણ ગોળી મારી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે આ હુમલો 28 વર્ષના પૂર્વ મરીન સૈનિક ઇયાન ડેવિડ લોંગે કર્યો હતો. એવી પણ આશંકા છે કે તે ડિપ્રેશનથી પીડિત હતા.
પોલીસનું કહેવું છે કે છેલ્લાં થોડાં વર્ષોમાં પોલીસને ડેવિડ લોંગ સાથે અનેકવાર સંપર્ક કરવો પડ્યો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ડેવિડ લોંગે આ વર્ષે એપ્રિલમાં પોતાના ઘર પર ઝઘડો કરી હતી અને પોલીસને બોલાવવી પડી હતી.
પોલીસના પણ એ નિર્ણય પર પહોંચી હતી કે તેમની મરજી વિના તેમને માનસિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં રાખવા યોગ્ય નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ સમયે તેમની મુલાકાત લેનાર માનસિક સ્વાસ્થ્ય પ્રૉફેશનલ્સનું કહેવું છે કે કદાચ તેઓ પીટીએસડી (પોસ્ટ ટ્રામેટિક સ્ટ્રેસ ડિસઑર્ડર)થી પીડિત છે.

ઇમેજ સ્રોત, EPA
પીટીએસડી એક પ્રકારનો માનસિક તણાવ અથવા વિકાર છે જેના મૂળમાં કોઈ ઘટના હોય છે. દુઃખદ ઘટના બાદ લોકો પીટીએસડીના શિકાર બને છે.
કોઈ દુઃખદ ઘટના બાદ તેની સાથે જોડાયેલા લોકો દુઃખ કે શોકમાં ડૂબી શકે છે, ડિપ્રેશનમાં સરી શકે છે અને તેનામાં બદલાની ભાવના અને ગુસ્સો ભરાઈ શકે છે. આ જ પીટીએસડીનું કારણ બને છે.
યૂએસ મરીન કૉર્પ્સે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે ડેવિડે 2008થી 2013 સુધી મશીન ગનરના રૂપે તેમની સાથે કામ કર્યું હતું. તે કૉર્પોરેલના રૅન્ક સુધી પહોંચી ગયા હતા.
સેના છોડ્યા બાદ લોંગે કૅલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીમાં વર્ષ 2013થી 2016 વચ્ચે અભ્યાસ કર્યો હતો.
ડેવિડ લોંગ વર્ષ 2010-11ની વચ્ચે અફઘાનિસ્તાનમાં પણ તૈનાત હતા અને ત્યાં મરીન કૉર્પ્સ તરફથી તમને ગુડ કંડક્ટ મેડલ, અફઘાનિસ્તાન કૅમ્પેન મેડલ અને ગ્લોબલ વૉર ઑન ટેરેરિઝમ સર્વિસ મેડલ પણ આપવામાં આવ્યા હતા.
પોલીસનું કહેવું છે કે ડેવિડે હુમલામાં .45 કેલિબરની ગ્લૉક સેમી ઑટોમેટિક હૅન્ડગનનો ઉપયોગ કર્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો




























