પહેલાં આર્ટિકલ 370 અને હવે કોરોના : સતત ભયમાં છે કાશ્મીરનું ટૂરિઝમ સૅક્ટર

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, માજિદ જહાંગીર
- પદ, શ્રીનગરથી, બીબીસી હિંદી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
ગત વર્ષે 5 ઑગસ્ટે ભારત સરકારે જમ્મુ-કાશ્મીરને આપેલો વિશેષ રાજ્યના દરજ્જાને સમાપ્ત કરી દીધો. આ પછીના છ મહિના કાશ્મીરના ટૂરિઝમ સૅક્ટર માટે ખરાબ રહ્યા, પરંતુ હવે જ્યારે વેપાર ધીમે-ધીમે પાટા પર આવી રહ્યો હતો, ત્યારે કોરોનાના પગપેસારાએ સ્થિતિને ખરાબ કરી નાખી.
ભારત પ્રશાસિત કાશ્મીરમાં વસંત ઋતુની શરૂઆત થઈ ગઈ છે. બદામના ઝાડ પર ફૂલ આવી ગયા છે, સરસોના ખેતરો લહેરાઈ રહ્યા છે, ચેરી અને ટ્યૂલિપ ખીલી રહ્યા છે. પરંતુ, આવા ખુશનુમા વાતાવરણમાં પણ કાશ્મીરમાં પ્રવાસીઓ ના બરાબર છે. કોરોના વાઇરસના કારણે કોઈ પણ આ વખતે કાશ્મીરમાં આવવા માગતું નથી.
પહેલાંથી જ મુશ્કેલીઓ સામે ઝઝૂમી રહેલી કાશ્મીરની ટૂરિઝમ ઇન્ડસ્ટ્રી કોરોના વાઇરસના સંક્રમણ પછી સંપૂર્ણ રીતે થમી ગઈ છે.
ગત વર્ષે 5 ઑગસ્ટ પછીના છ મહિના સુધી કાશ્મીરની પ્રવાસી ઇન્ડસ્ટ્રીમાં કોઈ ગતિવિધિ જોવા નહોતી મળી.


- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાત કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે અહીં ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે અહીં ક્લિક કરો
પહેલાં આર્ટિકલ 370ની કલમને પૂર્ણ કરતાં ડૂબ્યો વેપાર
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
5 ઑગસ્ટે ભારત સરકારે જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા આર્ટિકલ 370ને પરત લઈ લીધો હતો અને આખા રાજ્યમાં લૉકડાઉનની જાહેરાત કરી હતી.
ભારત સરકારે જમ્મુ અને કાશ્મીર રાજ્યને બે ભાગમાં વહેંચી તેને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ફેરવ્યું.
સ્પેશિયલ સ્ટેટ્સને પૂર્ણ કર્યા પછી કાશ્મીરમાં મોટા પ્રમાણમાં સુરક્ષા દળને તહેનાત કરી લૉકડાઉન કરી દેવામાં આવ્યું જેના કારણે પ્રવાસીઓના આગમનમાં ઘટાડો નોંધાયો.
કાશ્મીર ચેમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝ પ્રમાણે, કાશ્મીરની અર્થવ્યવસ્થા 5 ઑગસ્ટ પછી 18,000 કરોડ રૂપિયાનાં નુકશાનનો શિકાર થઈ ગઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
5 ઑગસ્ટ પછીના છ મહિનામાં માત્ર હોટલ સૅક્ટરને જ 3000 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે.

હાઉસ બૉટ્સ પડી છે ખાલી
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
હાઉસ બોટ ઓનર્સ ઍસોસિયેશન, કાશ્મીરના વાઇસ પ્રેસિડેન્ટ અબ્દુલ રાશિદના કહેવા પ્રમાણે, “શ્રીગરના મશહૂર દાલ લેકમાં હાઉસ બોટ્સ સુની પડી છે.”
રાશિદ કહે છે, “અમારી હાઉસ બોટ ઇન્ડસ્ટ્રી સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. આર્ટિકલ 370 હટાવ્યા પછીના પાંચ મહિના સુધી કાશ્મીરમાં લૉકડાઉન રહ્યું. આ દરમિયાન અમને મોટું નુકસાન વેઠવું પડ્યું.“
“2014માં કાશ્મીરમાં ભયાનક પૂર આવ્યું અને એના કારણે પણ અમારા વેપારને મોટું નુકસાન થયું હતું. આ પછી 2016માં ઉથલ-પાથલના કારણે કાશ્મીર છ મહિના સુધી બંધ રહ્યું જેમાં અમારી અર્થવ્યવસ્થાને ઝટકો લાગ્યો.”
તેમણે કહ્યું, “અમારી ઇન્ડસ્ટ્રી હાલ એક ખૂબ જ ખરાબ સમયનો સામનો કરી રહી છે. તમે જાતે જઈ વેપાર સાથે જોડાયેલાં લોકોની તકલીફને જોઈ
રાશિદ કહે છે કે ગત છ-સાત મહીનાઓમાં આ વેપાર સાથે જોડાયેલાં મોટા ભાગના લોકોએ બજારમાંથી પૈસા ઉધાર લીધા હતા અને તેમને એક સારી સિઝનની આશા હતી.
તેમને લાગી રહ્યું હતું કે તેઓ સંપૂર્ણ કમાણી કરશે અને પોતાનું દેવું ચૂકવી દેશે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે વેપાર બંધ પડ્યો હોય ત્યારે તેની સાથે જોડાયેલાં લોકો શું કરી રહ્યા છે, રાશિદે કહ્યું, “તે કાંઈ કરી રહ્યા નથી. અમારી હાઉસ બોટના વેપારની હાલત ખૂબ જ ખરાબ છે. “અમને ખબર નથી કે કાલે ખાવાનું મળશે કે નહીં. અમારી પાસે હોટલ અથવા કોઈ બીજો વેપાર નથી. અમે સંપૂર્ણ રીતે પોતાની હાઉસ બોટ પર નિર્ભર છીએ. અમને ટ્રસ્ટ તથા એનજીઓની મદદની જરૂરિયાત છે.”
શ્રીનગરના દાલ સરોવરમાં આઠસોથી વધારે હાઉસ બોટ્સ છે. કાશ્મીર આવનારા પ્રવાસીઓ માટે હાઉસ બોટ્સમાં રોકાવું સૌથી મનપસંદ કામ હોય છે.
રાશિદે કહ્યું કે ગત મહિનાઓમાં લાંબા ચાલેલા શટડાઉન અને ઇન્ટરનેટને બંધ કર્યા પછી ધીમે-ધીમે તેમનું કામકાજ ફરી પાટે ચડવાનું શરૂ થયું હતું.
તેમણે કહ્યું, “અમે અમારા ગ્રાહકોને કહેવા લાગ્યા હતા કે કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. સાથે જ અમે તેમને એ પણ સમજાવી રહ્યા હતા કે કાશ્મીરમાં હવે કાયદો અને વ્યવસ્થાની કોઈ તકલીફ નથી. ઇન્ટરનેટની તકલીફ સંપૂર્ણપણે ખતમ જ થઈ ગઈ છે અને અમે અમારા ગ્રાહક સાથે સંપર્ક કરી શકીએ છીએ. પરંતુ કોરોનાના અચાનક આવવાથી અમારું જીવન થમી ગયું.”
જમ્મુ અને કાશ્મીર યુનિયન ટેરેટરી (યૂટી)માં હાલ સુધી કોવિડ-19ના કુલ ચાર કેસ સામે આવ્યા છે. આમાંથી એક કાશ્મીર ઘાટીમાંથી છે જ્યારે ત્રણ જમ્મુ વિસ્તારમાંથી છે.
શ્રીનગર અને કાશ્મીરના બીજા વિસ્તારોમાં વહીવટીતંત્રએ સખત પ્રતિબંધો લાગૂ કર્યા છે, જેથી લોકોની અવરજવરને રોકી શકાય.
તમામ વેપારી સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થા અને ઓફિસ બંધ છે. રસ્તાઓ પર કોઈ સાર્વજનિક વાહનનોની હાજરી નથી. વહીવટી તંત્રએ ગત સોમવારે જાહેરાત કરી હતી કે આગામી આદેશ ન આવે ત્યાં સુધી સાર્વજનિક પાર્ક અને બગીચાઓ બંધ રહેશે.
સરકારે વિદેશી પ્રવાસીઓના કાશ્મીરમાં આવવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
હોટલોમાં બુકિંગ્સ કેન્સલ થયા

ઇમેજ સ્રોત, Getty Images
કોરોનાના કારણે કાશ્મીરની હોટલોમાં તમામ બુકિંગ્સ કેન્સલ થઈ ગયા છે. હોટલના માલિકોનું કહેવું છે કે જો આ પ્રકારે જ ચાલતું રહ્યું તો પોતાના સ્ટાફને પગાર કેવી રીતે આપશે.
હોટેલિયર્સ ક્લબ, કાશ્મીરના ચૅરમૅન મુશ્તાક અહમદે બીબીસીને કહ્યું કે આ સેક્ટર સંપૂર્ણ રીતે બેસી ગયું છે.
અહમદે કહ્યું, “કોરોના વાઇરસથી પહેલાં કેટલાંક બુકિંગ રદ્દ થયા હતા પરંતુ હવે તમામ બુકિંગ રદ થઈ ગયા છે. અમારો ધંધો સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. અને ખ્યાલ નથી કે આગળ શું થશે. અમને ખબર નથી કે આવનારા દિવસોમાં અમે અમારા ઍમ્પ્લોયીને પગાર કેવી રીતે આપીશું. અમે એક સીમા સુધી વસ્તુઓને સહન કરી શકીએ. આર્ટિકલ 370 હટાવ્યા પછી હોટલ ઇન્ડસ્ટ્રીને 3000 કરોડની ખોટ ગઈ છે.”

રેસ્ટોરાંની હાલત પણ ખરાબ

ઇમેજ સ્રોત, Getty Images
પહેલગામના એક રેસ્ટોરાંના મૅનેજર જાવિદ અહમદે કહ્યું કે પહેલગામના સુંદર વિસ્તારમાં એક પણ પ્રવાસી દેખાય નથી.
તેમણે કહ્યું, “અમારા ત્યાં 26 લોકો કામ કરી રહ્યા છે અને તેમની નોકરી દાવ પર લાગેલી છે. એવામાં એવી સ્થિતિ ચાલુ રહેશે તો રેસ્ટોરાંના માલિક કેવી રીતે પગાર આપી શકશે?”
પહેલગામની હોટલ હિલટૉપના સિનિયર મૅનેજર મુનીબ અહમદે કહ્યું કે તેમની પાસે જેટલા બુકિંગ હતા તે બધા કેન્સલ થઈ ગયા છે. તેમણે કહ્યું કે આ બુકિંગ્સના કેન્સલ થવાના કારણે તેમને 5 લાખ રૂપિયાથી વધારેનું નુકશાન થયું છે.
જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા પછી પહેલી ટુરિસ્ટ સિઝન હતી.
સરકારે કાશ્મીરમાં ટૂરિસ્ટને લાવવા માટે દેશના બીજા શહેરોમાં આક્રમક રીતે રોડ-શો કર્યા હતા.

શિકારામાં મુસાફરી કરનાર લોકો ગુમ થઈ ગયા

ઇમેજ સ્રોત, Getty Images
શ્રીનગરના દાલ સરોવરના શિકારા વાળા પણ આ સ્થિતિથી હેરાન થઈ ગયા છે. શિકારાવાળા ટુરિસ્ટને દાલ સરોવરની સૈર કરાવે છે.
શિકારા ઍસોસિયેશનના પ્રેસિડેન્ટ ગુલામ અહમદ મીરનું કહેવું છે કે ઓગસ્ટથી જ ટુરિસ્ટ કાશ્મીર નથી આવી રહ્યા અને શિકારા ખાલી પડ્યા છે.
મીરના કહેવા પ્રમાણે, “સરકારે રાજ્યનો વિશેષ દરજ્જો હટાવ્યો તે પહેલાંથી જ ટુરિસ્ટને કાશ્મીર છોડીને જવા માટે કહી દેવામાં આવ્યું. હવે કોરોનાએ આખી દુનિયાને પોતાની ઝપેટમાં લઈ લીધી છે. સ્પષ્ટ છે કે આની ઇન્ડસ્ટ્રી પર બહુ મોટી અસર પડવાની હતી.”
ગુલમર્ગના એક સ્થાનિક ફોટોગ્રાફર મોહમ્મદ શફીએ તંગમર્ગમાં પોતાના ઘરથી ફોન પર બીબીસીને કહ્યું કે વસ્તુઓ સુધરવા લાગી હતી, પરંતુ ત્યાં સુધી કોરોના વાઇરસના સમાચાર આવી ગયા. ત્યારથી મેં કામ માટે ગુલમર્ગ જવાનું બંધ કરી દીધું.
શફીએ કહ્યું, “મને ગત બે મહિનામાં ચાર-પાંચસો રૂપિયાની રોજ કમાણી થઈ જતી હતી. હાલ મારી કમાણી બંધ થઈ ગઈ છે. હું મારા ઘરમાં બેઠો છું. ગુલમર્ગ બંધ છે. ત્યાં કોઈ જઈ રહ્યું નથી. જીવિત રહેવું અમારી પ્રાથમિક્તા છે.”

70 ટકા ટૂરિઝમ ખતમ
કાશ્મીર ટૂરિઝમના ડિરેક્ટર નિસાર અહમદ વાનીએ બીબીસીને કહ્યું કે કોરોના વાઇરસની ખરાબ અસર માત્ર કાશ્મીરના ટુરિઝમ પર જ નહીં પડી, પરંતુ આખી દુનિયા તેની સામે લડી રહી છે.
વાનીએ કહ્યું, “આ સમય સૌથી મોટી વસ્તુ લોકોની જિંદગી બચાવવાની છે. કોરોના પછી 70 ટકા ટૂરિઝમ પૂર્ણ થઈ ગયું”
જમ્મુ અને કાશ્મીર વહીવટી તંત્રએ રવિવારે 31 માર્ચ સુધી લૉકડાઉનની જાહેરાત કરી છે જેથી કોરોનાના સામે લડી શકાય.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો





























