પ્રેસ રિવ્યૂ: આ ચાવાળો મહિને કમાય છે 12 લાખ રૂપિયા!

ઇમેજ સ્રોત, Getty Images
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ પુનાના ચાવાળાએ કમાણીનો નવો રેકૉર્ડ બનાવ્યો છે. તેઓ દર મહિને 12 લાખ રૂપિયા કમાણી કરે છે.
પૂનાનું 'યેવલે ટી હાઉસ' ચા પીવા માટે શહેરના અમુક ફેમસ સ્ટોલ્સમાંનું એક છે.
યેવલે ટી હાઉસના કો-ફાઉન્ડર નવનાથ યેવલે કહે છે કે તે ટૂંકસમયમાં આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ બનાવવા જઈ રહ્યા છે.
અત્યારે પૂનામાં યેવલે ટી સ્ટોરના 3 સેન્ટર છે અને દરેક સેન્ટર પર લગભગ 12 લોકો કામ કરે છે.
નવનાથે કહ્યું કે, ચાનો બિઝનેસ ભારતીયોને રોજગાર આપી રહ્યો છે. આ ધંધો ઝડપથી વધી રહ્યો છે અને હું અત્યંત ખુશ છું.
તમને આ પણ વાંચવું ગમશે

ગુજરાતમાં સરકાર પાણીને લઈને ચિંતામાં

ઇમેજ સ્રોત, FACEBOOK/VIJAYRUPANIBJP
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ રાજ્યમાં પીવાના પાણી માટે રાજ્ય સરકારે 31મી જુલાઈ સુધીનું આયોજન કર્યું છે.
જેમાં રાજ્યના 1400 ગામ અને 32 શહેરોને વૈકલ્પિક યોજના દ્વારા પીવાનું પાણી અપાશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અગાઉ મંજૂર કરેલા તાકીદના 206 કરોડ રૂપિયાના 32 કામોની પ્રગતિની સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં પાણી પુરવઠા મંત્રી, મુખ્ય સચિવ અને સંબંધિત વિભાગોના સચિવો સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
15 માર્ચથી નર્મદા નહેરમાં માત્ર પીવાનું પાણી જ છોડવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ સમય બાદ મુખ્ય નહેર તથા સૌરાષ્ટ્ર શાખા નહેરમાં જ પીવાનું પાણી ઉપલબ્ધ થઈ શકશે. જ્યારે અન્ય શાખા નહેરો બંધ રાખવામાં આવશે.
આથી જે ગામ શહેરોને નર્મદાનું પાણી પહોંચતુ બંધ થાય ત્યાં વૈકલ્પિક રીતે પાણી પહોંચાડવા સૂચના આપવામાં આવી હતી.

રિઝવીનો શૂટિંગમાં રેકોર્ડ બ્રેક ગોલ્ડ

ઇમેજ સ્રોત, TWITTER/ISSF_Shooting
સંદેશમાં પ્રકાશિત અહેવાલ મુજબ મેક્સિકોમાં ચાલી રહેલી આઈએસએસએફ વર્લ્ડ કપ સિરીઝમાં ભારતના શહઝર રિઝવીએ ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચ્યો છે.
આ ટૂર્નામેન્ટમાં પ્રથમવાર ભાગ લઈ રહેલા ઉત્તર પ્રદેશના મેરઠના 24 વર્ષીય શહઝરે 10 મીટર એર પિસ્ટલ ઇવેન્ટમાં આ મેડલ જીત્યો હતો.
આ ઉપરાંત જિતુ રાયે પણ આ સ્પર્ધામાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.
વર્લ્ડ કપમાં પ્રથમવાર ભાગ લઈ રહેલાં મેહુલી ઘોષે મહિલા વિભાગની 10 મીટર એર રાઇફલમાં 228.4 પૉઇન્ટ મેળવી બ્રૉન્ઝ જીત્યો હતો.
મેહુલી ગત વર્ષે એશિયન ચૅમ્પિયનશિપમાં જૂનિયર કૉન્ટિનેન્ટલ ટાઇટલ જીતી ચૂક્યાં છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો




























