અમેરિકા : ટૅક્સાસમાં પૂરને કારણે મરનારાની સંખ્યા વધીને 59 થઈ – ન્યૂઝ અપડેટ

અમેરિકા, ટેક્સાસ, પૂર, વરસાદ, અમેરિકામાં ટૅક્સાસમાં અચાનક આવેલાં પૂરને કારણે મરનારાની સંખ્યા વધીને 59 થઈ ગઈ છે.
ઇમેજ કૅપ્શન, અમેરિકામાં ટૅક્સાસમાં અચાનક આવેલાં પૂરને કારણે મરનારાની સંખ્યા વધીને 59 થઈ ગઈ છે.
પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

અમેરિકામાં ટૅક્સાસમાં અચાનક આવેલાં પૂરને કારણે મરનારાની સંખ્યા વધીને 59 થઈ ગઈ છે. કેર કાઉન્ટીના લેફ્ટનન્ટ ગવર્નર જનરલ ડૅન પૅટ્રિકે આ જાણકારી આપી છે.

તેમણે ફૉક્સ ન્યૂઝને જણાવ્યું કે હવે મરનારાની સંખ્યા વધીને 59 થઈ ગઈ છે.

ટેક્સાસ રાજ્યના વહીવટીતંત્રે જીવિત લોકોને શોધી કાઢવા બચાવ અભિયાન હાથ ધર્યું છે.

સ્થાનિક સમય મુજબ, શુક્રવારે સવારે અનેક લોકો ઊંઘી રહ્યા હતા, ત્યારે એક કલાકમાં ગ્વાડાલૂપ નદીનું જળસ્તર આઠ મીટર જેટલું વધી ગયું હતું.

કેર કાઉન્ટીના જણાવ્યા પ્રમાણે, લગભગ 850 લોકોને બચાવી લેવાયા છે, પરંતુ ઈસાઈ શિબિરનાં 27 બાળકો હજુ પણ ગુમ છે. કાઉન્ટીના શેરિફના કહેવા પ્રમાણે, દરેક વ્યક્તિ મળી ન જાય, ત્યાર સુધી બચાવ અભિયાન ચાલુ રાખવામાં આવશે.

સમર કૅમ્પ તથા મોબાઇલ હોમ સાઇટો વધુ પ્રભાવિત થઈ છે. ચોથી જુલાઈની રજા હોવાથી અનેક પર્યટકો અહીં પહોંચ્યા હતા.

હવામાન વિભાગે આ વિસ્તારમાં વધુ વરસાદ પડવાની આગાહી કરી છે, જેના કારણે હજુ વધુ પૂરની આશંકા સેવાઈ રહી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રૂથ સોશિયલ પર લખ્યું કે તેમની સરકાર સ્થાનિક વહીવટીતંત્ર સાથે મળીને રાહત અને બચાવકાર્ય કરી રહી છે. તે તપાસ અભિયાનમાં પણ મદદ કરશે તથા હૉમલૅન્ડ સિક્યૉરિટીના સેક્રેટરી ટૂંક સમયમાં ટેક્સાસ જશે.

ઈરાનમાં વિસ્ફોટને કારણે ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડના બે સૈનિકોનાં મૃત્યુ

ઈરાનમાં વિસ્ફોટને કારણે ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડના બે સૈનિકોનાં મૃત્યુ – ન્યૂઝ અપડેટ

ઈરાનના પશ્ચિમી ભાગમાં રવિવારે વિસ્ફોટોને નિષ્ક્રિય કરતી વખતે થયેલા વિસ્ફોટમાં ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કૉર્પ્સ (આઈઆરજીસી)ના બે સૈનિકોનાં મૃત્યુ થયાં છે.

આ ઘટના ઈરાનના લોરેસ્તાન પ્રાંતના ખોરમાબાદ વિસ્તારમાં થઈ. આ વિસ્તારમાં ગત મહિને ઇઝરાયલ તરફથી હુમલાઓ થયા હતા.

આઈઆરજીસી સાથે જોડાયેલી સમાચાર સંસ્થા ફાર્સ સમાચાર એજન્સીનું કહેવું છે કે 12 દિવસોના ઇઝરાયલ-ઈરાન યુદ્ધ બાદ આ સૈનિકો આ વિસ્તારમાં પડેલા વિસ્ફોટકોને હઠાવવાનું કામ કરતા હતા.

ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ્સ તરફથી જારી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જે વિસ્ફોટકોમાં ધમાકો થયો છે તે ઇઝરાયલ તરફથી છોડવામાં આવ્યા હતા.

ટૅક્સાસમાં મૃતકોનો આંક વધીને 51 થયો, 15 બાળકો પણ સામેલ

અમેરિકા, ટેક્સાસ, પૂર, વરસાદ,
ઇમેજ કૅપ્શન, હવામાન વિભાગે આ વિસ્તારમાં વધુ વરસાદ પડવાની આગાહી કરી છે, જેના કારણે હજુ વધુ પૂરની આશંકા સેવાઈ રહી છે.
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમેરિકાના ટેક્સાસમાં અચાનક આવેલા ભારે પૂરના કારણે 15 બાળકો સહિત 51 લોકોનાં મૃત્યુ થયાં છે. ટેક્સાસ રાજ્યના વહીવટીતંત્રે જીવિત લોકોને શોધી કાઢવા બચાવ અભિયાન હાથ ધર્યું છે.

સ્થાનિક સમય મુજબ, શુક્રવારે સવારે અનેક લોકો ઊંઘી રહ્યા હતા, ત્યારે એક કલાકમાં ગ્વાડાલૂપ નદીનું જળસ્તર આઠ મીટર જેટલું વધી ગયું હતું.

કેર કાઉન્ટીના જણાવ્યા પ્રમાણે, લગભગ 850 લોકોને બચાવી લેવાયા છે, પરંતુ ઈસાઈ શિબિરનાં 27 બાળકો હજુ પણ ગુમ છે. કાઉન્ટીના શેરિફના કહેવા પ્રમાણે, દરેક વ્યક્તિ મળી ન જાય, ત્યાર સુધી બચાવ અભિયાન ચાલુ રાખવામાં આવશે.

સમર કૅમ્પ તથા મોબાઇલ હોમ સાઇટો વધુ પ્રભાવિત થઈ છે. ચોથી જુલાઈની રજા હોવાથી અનેક પર્યટકો અહીં પહોંચ્યા હતા.

હવામાન વિભાગે આ વિસ્તારમાં વધુ વરસાદ પડવાની આગાહી કરી છે, જેના કારણે હજુ વધુ પૂરની આશંકા સેવાઈ રહી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રૂથ સોશિયલ પર લખ્યું કે તેમની સરકાર સ્થાનિક વહીવટીતંત્ર સાથે મળીને રાહત અને બચાવકાર્ય કરી રહી છે. તે તપાસ અભિયાનમાં પણ મદદ કરશે તથા હૉમલૅન્ડ સિક્યૉરિટીના સેક્રેટરી ટૂંક સમયમાં ટેક્સાસ જશે.

ભારતમાં સમાચાર એજન્સી રૉયટર્સના ઍક્સ એકાઉન્ટ પર રોક

ભારતમાં સમાચાર એજન્સી રૉયટર્સના ઍક્સ એકાઉન્ટ પર રોક

આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી રૉયટર્સના સત્તાવાર ઍક્સ એકાઉન્ટ પર ભારતમાં 'કાનૂની માગ'ને કારણે રોક લગાવી દેવાઈ છે. રૉયટર્સે હજુ સુધી આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.

જોકે, સમાચાર એજન્સ રૉયટર્સનાં રૉયટર્સ ટેક ન્યૂઝ, રૉયટર્સ ફૅક્ટ ચેક, રૉયટર્સ પિક્ચર્સ, રૉયટર્સ એશિયા અને રૉયટર્સ ચાઇના સહિત અન્ય એકાઉન્ટ હજુ સરળતાથી કામ કરી રહ્યાં છે.

ઍક્સ અનુસાર, અમેરિકા સહિત ઘણા દેશોમાં એવા કાયદા છે, જે પોસ્ટ અને ઍક્સ એકાઉન્ટની સામગ્રી પર લાગુ પડે છે.

ઍક્સે લખ્યું છે કે, "અમારી સેવાઓ અવિરતપણે પહોંચાડતી વખતે, જો કોઈ દેશમાંથી સત્તાવાર સંસ્થા તરફથી માન્ય અને યોગ્ય વિનંતી મળે તો કેટલીક સામગ્રીને રોકવી જરૂરી બની શકે છે."

ઍક્સે કહ્યું છે કે જો કોર્ટનો આદેશ મળે તો સામગ્રીને બ્લૉક કરી શકાય છે. ઉપરાંત, સ્થાનિક કાયદાના આધારે આ કાર્યવાહી થઈ શકે છે.

ઇલૉન મસ્કે જાહેરાત કરી કે તેઓ નવી રાજકીય પાર્ટી બનાવશે

એલન મસ્ક, નવી પાર્ટી, ડોનાલ્ડ ટ્રમ્પ, ઍક્સ ટ્રૂથ સોશિયલ
ઇમેજ કૅપ્શન, ઇલૉન મસ્ક

વિશ્વની સૌથી ધનાઢ્ય વ્યક્તિ ઇલૉન મસ્કે તેમના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર નવો પક્ષ જાહેર કર્યો છે, જેનું નામ અમેરિકા પાર્ટી છે.

નવગઠિત પક્ષ પરંપરાગત રીતે રિપબ્લિકન ને ડેમૉક્રેટિક પાર્ટીની દ્વિપક્ષીય વ્યવસ્થાને પડકારશે.

થોડા સમય પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તથા મસ્કની વચ્ચે સોશિયલ મીડિયા પર ચડભડ થઈ હતી, એ પછી મસ્કે નવી પાર્ટી લૉન્ચ કરવાનો વિચાર કર્યો હતો.

જોકે, મસ્કની નવી પાર્ટી અમેરિકાના ચૂંટણી તંત્ર સાથે નોંધાયેલી છે કે નહીં, તેના અંગે કોઈ સ્પષ્ટતા નથી. મસ્કે આ પાર્ટીનું નેતૃત્વ કોણ કરશે તથા તેનું સ્વરૂપ કેવું હશે, તેના વિશે કોઈ સ્પષ્ટતા નથી કરી.

ઉલ્લેખનીય છે કે ચૂંટણીપ્રચાર સમયે મસ્ક રાષ્ટ્રપતિ ટ્રમ્પની સાથે હતા, એ પછી તેઓ ખર્ચ ઘટાડવાના મંત્રાલયના મંત્રી પણ બન્યા હતા, પરંતુ એ પછી ટ્રમ્પે કર ઘટાડતું અને ખર્ચ વધારતું બિલ રજૂ કર્યું હતું.

જેનો મસ્કે વિરોધ કર્યો હતો. આથી, ટ્રમ્પ અને મસ્ક છૂટા પડ્યા હતા અને મસ્કે મંત્રીપદ છોડ્યું હતું.

અમેરિકામાં ભારે પૂરને કારણે 15 બાળકો સહિત 43નાં મૃત્યુ

અમેરિકા, ટેક્સાસ, પૂર, વરસાદ,
ઇમેજ કૅપ્શન, હવામાન વિભાગે શનિવારે વધુ વરસાદ પડવાની જાહેરાત કરી હતી

અમેરિકાના ટેક્સાસમાં અચાનક આવેલા ભારે પૂરના કારણે 15 બાળકો સહિત 43 લોકોનાં મૃત્યુ થયાં છે. ટેક્સાસ રાજ્યના વહીવટીતંત્રે જીવિત લોકોને શોધી કાઢવા બચાવ અભિયાન હાથ ધર્યું છે.

સ્થાનિક સમય મુજબ, શુક્રવારે સવારે અનેક લોકો ઊંઘી રહ્યા હતા, ત્યારે એક કલાકમાં ગ્વાડાલૂપ નદીનું જળસ્તર આઠ મીટર જેટલું વધી ગયું હતું.

કેર કાઉન્ટીના જણાવ્યા પ્રમાણે, લગભગ 850 લોકોને બચાવી લેવાયા છે, પરંતુ ઈસાઈ શિબિરનાં 27 બાળકો હજુ પણ ગુમ છે. કાઉન્ટીના શેરિફના કહેવા પ્રમાણે, દરેક વ્યક્તિ મળી ન જાય, ત્યાર સુધી બચાવ અભિયાન ચાલુ રાખવામાં આવશે.

સમર કૅમ્પ તથા મોબાઇલ હોમ સાઇટો વધુ પ્રભાવિત થઈ છે. ચોથી જુલાઈની રજા હોવાથી અનેક પર્યટકો અહીં પહોંચ્યા હતા.

હવામાન વિભાગે આ વિસ્તારમાં વધુ વરસાદ પડવાની આગાહી કરી છે, જેના કારણે હજુ વધુ પૂરની આશંકા સેવાઈ રહી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રૂથ સોશિયલ પર લખ્યું કે તેમની સરકાર સ્થાનિક વહીવટીતંત્ર સાથે મળીને રાહત અને બચાવકાર્ય કરી રહી છે. તે તપાસ અભિયાનમાં પણ મદદ કરશે તથા હૉમલૅન્ડ સિક્યૉરિટીના સેક્રેટરી ટૂંક સમયમાં ટેક્સાસ જશે.

ખામેનેઈ જાહેરમાં દેખાયા

ઈરાન આયાતુલ્લાહ ખામેનેઈ, ઇઝરાયલ અને ઈરાન યુદ્ધ, બેન્જામિન નેતન્યાહૂ, હમાસ, ગાઝા,

ઇઝરાયલ સાથેના યુદ્ધ પછી ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈ પહેલી વખત જાહેરમાં જોવા મળ્યા છે.

ઈરાનના સરકારી મીડિયા પર પ્રસારિત ફૂટેજમાં ખામેનેઈ શિયાઓના તહેવાર આશૂરા પહેલાં તહેરાનની મસ્જિદમાં લોકોને મળતા દેખાયા હતા. તેમણે વરિષ્ઠ મૌલવીને તાજેતરમાં પ્રચલિત બનેલું દેશભક્તિ ગીત ગાવા માટે પણ કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે 13મી જૂનના રોજ ઇઝરાયલે ઈરાનનાં સૈન્ય ઠેકાણાં, લશ્કરી અધિકારીઓ અને અણુ વિજ્ઞાનીઓને એકસાથે નિશાન બનાવ્યાં હતાં. જેના જવાબમાં ઈરાને ઇઝરાયલ ઉપર મિસાઇલો છોડી હતી.

આ સંઘર્ષ દરમિયાન ખામેનેઈના ત્રણ રેકૉર્ડેડ વીડિયો પ્રસારિત કરવામાં આવ્યા હતા, એ પછી એવું અનુમાન કરાતું હતું કે ખામેનેઈ કોઈ બંકરમાં છુપાયા છે.

બીજી બાજુ, ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂનું કહેવું છે કે હમાસે 'સ્વીકારી ન શકાય એવી માગણીઓ' કરી છે, આમ છતાં ઇઝરાયલનું એક પ્રતિનિધિમંડળ રવિવારે કતાર જશે.

દરમિયાન શુક્રવારે રાત્રે હમાસે કહ્યું હતું કે 60 દિવસના સંઘર્ષવિરામ માટે તેણે વાટાઘાટ માટે સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. સોમવારે નેતન્યાહૂ તથા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મળવાના છે.

દરમિયાન હમાસ સંચાલિત સિવિલ ડિફેન્સ વિભાગનું કહેવું છે કે ઇઝરાયલી હુમલા અને ગોળીબારમાં 35 પેલેસ્ટાઇવાસીઓનાં મૃત્યુ થયાં છે.

વાટાઘાટ દરમિયાન હમાસની કેદમાં રહેલા 10 ઇઝરાયલીઓ તથા 18 મૃતદેહોના બદલામાં ઇઝરાયલના જેલમાં બંધ પેલેસ્ટાઇનવાસીઓની આપ-લે થવાની શક્યતા છે. હજુ પણ 50 બંધ હમાસના કબજામાં છે, જેમાં ઓછામાં ઓછા 20 હયાત હોવાનું માનવામાં આવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન