પાલનપુરમાં પુલ તૂટતાં જુવાન દીકરો ગુમાવનાર માતા-પિતા રડતાં-રડતાં શું બોલ્યાં?

વીડિયો કૅપ્શન, પાલનપુરમાં પુલ પડતાં પોતાનો દીકરો ગુમાવનારા માતાપિતાએ હીબકે ચડી શું કહ્યું?
પાલનપુરમાં પુલ તૂટતાં જુવાન દીકરો ગુમાવનાર માતા-પિતા રડતાં-રડતાં શું બોલ્યાં?
પ્રકાશિત

બનાસકાંઠાના પાલનપુરમાં બ્રિજનો એક ભાગ તૂટી પડતાં બે લોકોનાં મૃત્યુ નિપજ્યાં હતાં.

આ દુર્ધટનામાં મયૂરે પોતાનો જીવ ગુમાવ્યો હતો. મયુર પોતાના પરિવારના ભરણપોષણ માટે પિતાનો સહારો બની ઊભો હતો. પરંતુ અચાનક તેના મૃત્યુના સમાચારથી સમગ્ર પરિવાર શોકમાં છે.

પરિવારજનોએ પાલનપુર પૂર્વ પોલીસ મથકે 11 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ત્યારે સરકારે હાલ તો પાલનપુરમાં બ્રિજનું બાંધકામ કરતી કંપની પર પ્રતિબંધ લગાવી દીધો છે.

જોકે પીડિત પરિવારોની માગ છે કે આ દુર્ઘટનામાં જે લોકોની બેદરકારી છે તેમને સજા મળે.

દીકરો ગુમાવનારા માતા-પિતા
ઇમેજ કૅપ્શન, પાલનપુરમાં બ્રિજ તુટી પડતા મૃત્યુ પામેલા મયુરનાં માતા-પિતા
બીબીસી
બીબીસી